VIDEO: ચૈતર વસાવાને સજા મુદ્દે રાજકારણ ગરમાયું, પ્રવીણ રામનું આકરા તેવર સાથે નિવેદન
સોર્સ : GSTV
ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી સજા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે.આપ નેતા પ્રવીણ રામે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ચૈતર વસાવા માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ આદિવાસી સમાજના હક અને અસ્મિતાની લડતનું પ્રતીક છે. તેમને જેલમાં પૂરીને સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ક્યારેય સફળ નહીં થાય.પ્રવીણ રામે ચીમકી ઉચ્ચારી હતી કે, એક ચૈતર વસાવાને જેલમાં મોકલવાથી લડત અટકી જવાની નથી, પરંતુ તેનાથી હજારો નવા ચૈતર વસાવા જન્મશે. તેમણે ઉમેર્યું કે, અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓના હકો માટેની લડત અવિરત ચાલુ રહેશે.

