Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Video of city police bullying to man goes viral

VIDEO: અમદાવાદ પોલીસનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ, નરોડા PCR દારુકાંડ બાદ વધુ એક વખત વિવાદમાં

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2025
લાઇવ ટીવીGoogle News

અમદાવાદ પોલીસનું ફરી એક વખત વિવાદાસ્પદ વર્તન સામે આવ્યું છે જેમાં પોલીસે ફરજ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો સાથે ગંભીર રીતે અસભ્યપૂર્વક વર્તન કર્યું હતું. ફરી એક વખત અમદાવાદ પોલીસનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નરોડા પીસીઆર દારૂકાંડ બાદ હવે વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે.

App Store

અમદાવાદ શહેરમાં પીસીઆર ઇન્ચાર્જ અને અન્ય પોલીસ જવાન દ્વારા બે શખ્સો સાથે અગમ્ય કારણોસર બબાલ થઈ હતી. જેમાં બે એએસઆઈ પોલીસે વાહનચાલક સાથે અસભ્ય રીતે વર્તન કર્યું અને ઝપાઝપી કરી યુવકને દબોચવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ રિવોલ્વરથી ગોળી મારી દઈશ તેવી ધમકી આપતો પોલીસ જવાનનો વીડિયો ભોગ બનનાર યુવક દ્વારા ઉતારવામાં આવ્યો હતો. બે એએસઆઈની વાહનચાલક સાથે ઝપાઝપી અને ધમકી આપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દારૂકાંડ બાદ વીડિયો વાયરલ થતા આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.