VIDEO: અમદાવાદમાં બોપલના ખાનગી પ્લોટમાંથી મશીનરીની ચોરી, રૂ. 10,00,000નું કિંમતી કોલેટર બોક્સ ચોરીને તસ્કરો રફુચક્ક
સોર્સ : gstv
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા એક ખાનગી પ્લોટ પરથી લાખો રૂપિયાની કિંમતી મશીનરીની ચોરી થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં રાખવામાં આવેલા આશરે રૂ. 7 કરોડની કિંમતના એક હાઈટેક મશીનમાંથી તસ્કરો રૂ. 10,00,000નું કિંમતી કોલેટર બોક્સ ચોરીને રફુચક્કર થઈ ગયા છે.
આ મામલે પ્લોટના સુપરવાઈઝર દ્વારા બોપલ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુપરવાઈઝરની ફરિયાદના આધારે બોપલ પોલીસે બિહારના મુકરમ હક નામના શખ્સ વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

