VIDEO: અમદાવાદના રાયખડમાં ગરીબ પરિવારના ઘર ખાલી કરાવતા સ્થાનિકો પરેશાન
સોર્સ : GSTV News
VIDEO: અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાયખડ પ્રસાદ મિલની જગ્યામાં પોલીસ અને બાઉન્સરનો સાથ લઈ ગરીબ પરિવારના ઘર ખાલી કરાવી રોડ પર સામાન કઢાવતા સ્થાનિકો પરેશાન થયા છે. આવા ખરાબ અને નિર્દયી કૃત્યથી સ્થાનિક લોકો કંટાળ્યા છે. આને લઈ એક શખ્સ દારૂ પીને ઘર ખાલી કરાવવા અને સામાન કઢાવવા નીકળ્યો હતો. જેને લઈ સ્થાનિકોએ તેને ઝડપી લઈને પૂછપરછ કરી હતી.
જે અંગે શખ્સે જણાવ્યું બબલું બાઉન્સર અને પોલીસની મદદથી અહીં આવ્યો છું. જો કે, દારૂ પીને ઘરમાં ઘૂસવાને લઈ શખ્સ થોડો હેબતાઈ ગયો હતો. છતાં તેને બાઉન્સરની મદદથી અહીં ઘરનો સામાન ખાલી કરાવવા આવ્યો હોવાનું રટણ ચાલું રાખ્યું હતું.

