VIDEO: ઓઢવમાં પૂર્વ સાંસદ કિરીટ સોલંકીની સભામાં ભારે હોબાળો, રોષે ભરાયેલા લોકોએ કર્યો ઉગ્ર વિરોધ
સોર્સ : gstv
ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભાજપ માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ સાંસદ કિરીટ સોલંકીની જાહેર સભામાં અચાનક સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક મુદ્દાઓ અને પાયાની સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા લોકોએ હાથમાં વિરોધ પ્રદર્શનના પોસ્ટર લઈને સભામાં પ્રવેશ કર્યો હતો.ચાલુ સભામાં થયેલા આ આક્રમક દેખાવોને પગલે કિરીટ સોલંકી સહિતના આગેવાનો અવઢવમાં મુકાયા હતા. વિરોધનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે. લોકોનો આક્રોશ એટલો હતો કે પોલીસ અને કાર્યકરોએ પરિસ્થિતિ થાળે પાડવા ભારે મથામણ કરવી પડી હતી.

