VIDEO: અમદાવાદના નારોલમાં ભારે વરસાદથી જળમગ્નની સ્થિતિ
સોર્સ : gstv
અમદાવાદના નારોલ વિસ્તારમાં ભારે વરસાદની ધમાકેદાર બેટીંગથી રસ્તાઓ અને સોસાયટીઓ પાણી-પાણી થઈ ગયા છે. નારોલ સહિત વટવા, શાહવાડી અને લાંભાની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર ઘૂંટણસમું પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરંભે પડ્યો છે, અને રહીશોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

