Video/ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ: આનંદીબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન!
ગુજરાત વિદ્યાપીઠમાં આજે એટલે કે ડિસેમ્બર 6, 2025 થી સ્નાતક સંઘના શતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્નાતક સંઘની 1925 માં સ્થાપના થઈ હતી, અને તેના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિદ્યાપીઠમાં બે દિવસીય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ સ્નાતક અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આનંદીબેન પટેલ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીની રહી ચૂક્યા છે. આ શતાબ્દી મહોત્સવમાં વિદ્યાપીઠની સાત વિદ્યાશાખાના 18 વિભાગોમાંથી 10,000 થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
કાર્યક્રમનું આયોજન: બે દિવસ દરમિયાન કુલ ૮ સત્રોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વિદ્યાપીઠના 60 થી વધારે સ્નાતકોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, પૂર્વ વિદ્યાર્થીઓના સંસ્મરણોને યાદ કરીને તેમની યાત્રાને બિરદાવવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત વિદ્યાપીઠના મંડળના સભ્યો, સમાજના અગ્રણી આગેવાનો, પૂર્વ સેવકો અને ભાજપના કુલપતિ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

