VIDEO/ Ahmedabadના શાહીબાગમાં ગ્રેસના ઉમેદવારોનો ભવ્ય રોડ શો અને બાઈક રેલી, જંગી જનમેદની ઉમટી
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર પડઘમ તેજ બન્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શનના ભાગરૂપે ભવ્ય રોડ શો અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગાડીઓ અને મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાઈને માહોલ ગજવ્યો હતો. પ્રચારના અંતિમ કલાકોમાં ઉમેદવારો જનતા સમક્ષ સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ લઈને જઈ રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ આ વખતે જનતાના આશીર્વાદ મળશે અને તેમની આખેઆખી પેનલ જંગી બહુમતીથી વિજેતા બનશે તેવો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો છે.

