અમદાવાદમાં નારોલમાંથી બાળમજૂરો મુક્ત કરાવાયા. મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં 9 થી 14 વર્ષના બાળકો પાસે કાળી મજૂરી કરાવાતી હતી. આ બાળોકને આઠ કલાક કામ કરાવવામાં આવતું હતું. મેડિકલ વેસ્ટને કારણે હાથ પગમાં ચીરા પણ પડી ગયા છે. નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.