Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO/ Campaign to remove pressure in Ahmedabad:

VIDEO/ Ahmedabad; દબાણ હટાવો ઝુંબેશ, એક અઠવાડિયામાં ૬૮૫ લારી-ગલ્લા જપ્ત

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે શહેરના સાતેય ઝોનમાં જાહેર માર્ગો પરથી દબાણો હટાવવાની સઘન કાર્યવાહી કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં 685 લારી-ગલ્લા, 253 ગેરકાયદેસર શેડ, 915 તાડપત્રી, 1  હજાર 974 જાહેરાત બોર્ડ અને 4 હજાર 885 અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન 8 લાખ 39 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે. 1 હજાર 133 વાહનો લોક કરાયા, 1 હજાર 145 વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરાયો અને 10 વાહનો ટોઇંગ કરવામાં આવ્યા છે. AMCએ ચેતવણી આપી છે કે જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ વિરુદ્ધ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.

App Store
ટોપિક્સ:ahmedabadremove pressuretraffic