Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Bulldozer turns on illegal constructions on government land on Viramgam Highway

VIDEO: વિરમગામ હાઈવે પર સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-૧૭ ચાર-માર્ગીય પ્રોજેક્ટના ભાગ રૂપે, વિરમગામ વહીવટીતંત્ર સરકારી અને ખાનગી એમ લગભગ 4,000 ચોરસ મીટર જમીન પર મોટા પાયે અતિક્રમણ દૂર કરવાની કામગીરી હાથ ધરે છે. ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

App Store

આ મેગા ડિમોલિશન અચાનક નહીં, પરંતુ તંત્રના સચોટ અને સુવ્યવસ્થિત આયોજનનું પરિણામ હતું. હાઈવે પહોળો કરવાની કામગીરીમાં અવરોધ ઊભો કરતા દબાણો હટાવવા માટે છેલ્લા બે-ત્રણ મહિનાથી વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સઘન પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી પૂર્વે તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. લોકોમાં કોઈ આક્રોશ ન ફેલાય તે માટે કલેક્ટર, એસપી, સ્થાનિક DySP અને SDM દ્વારા વિસ્તારના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજીને તેઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

અમદાવાદ રૂરલ એસપી (SP) ઓમ પ્રકાશે મીડિયાને જણાવ્યું હતું કે, 'વિરમગામ ટાઉનની આંતરિક અને બાહ્ય કનેક્ટિવિટી માટે આ ડબલ લેન હાઈવે બહુ જ મહત્ત્વનો પ્રોજેક્ટ છે, જેનું ગયા વર્ષે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રોડ પહોળો થવાથી અહીંની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ થશે. અગાઉથી કરાયેલી કાનૂની તૈયારીઓ અને સ્થાનિક આગેવાનો સાથેની સમજાવટભરી બેઠકોના કારણે જ આજે વહીવટી તંત્ર વિરમગામના વિકાસ માટે આ ડિમોલિશનની પ્રક્રિયા કોઈ પણ વિઘ્ન વગર, ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂરી કરી શક્યું છે.'

દબાણો દૂર થતાં જ હવે માર્ગ મકાન વિભાગ દ્વારા હાઈવેને પહોળો કરવાની અને મેગા કનેક્ટિવિટી પ્રોજેક્ટને સમયસર પૂર્ણ

વિરમગામ શહેર અને અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ અને રસ્તાઓ પહોળા કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિરમગામથી લઈને તિરંગા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર રસ્તાને ભારે અડચણરૂપ એવા તમામ નાના-મોટા ધાર્મિક દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વહેલી સવારથી જ વિરમગામ સહિત આજુબાજુના તમામ પોલીસ મથકોમાંથી 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો