VIDEO: અમદાવાદઃ અષાઢી બીજની રથયાત્રા માટે રથોનું રંગરોગાન શરૂ
સોર્સ : GSTV
અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી જે રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળે છે તે ત્રણેય પવિત્ર રથોનું સમારકામ હવે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં આ તમામ રથો પર પરંપરાગત શૈલીમાં આકર્ષક કલર કામ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રથોને લાલ, લીલા અને પીળા જેવા વિવિધ પરંપરાગત રંગોથી ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે.

