VIDEO: આમ આદમી પાર્ટીના નવા મજબૂત સંગઠનની જાહેરાત, 21 મેના રોજ મેદાનમાં ઉતરશે આપ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને લઈને આમ આદમી પાર્ટીએ નવા મજબૂત સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રભારી ગોપાલ રાયના માર્ગદર્શન હેઠળ ઇસુદાન ગઢવી અને મનોજ સોરઠિયાના નેતૃત્વમાં આ નવું માળખું તૈયાર કરાયું છે, જેની જાહેરાત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી હતી. નવી ટીમમાં ડૉકટર જ્વેલ વસરા સહિત 12 નેતાઓને પ્રદેશ ઉપપ્રમુખ, અનુપ શર્માને પ્રદેશ મંત્રી, પાયલ સાકરીયાને મહિલા મોરચાના પ્રમુખ અને બ્રિજરાજ સોલંકીને પ્રદેશ યુવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત એએસએપીની વિદ્યાર્થી પાંખના પ્રદેશ પ્રમુખ તરીકે ધાર્મિક માથુકિયા અને અન્ય 14 નેતાઓને પ્રદેશ સંગઠન મંત્રીની મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગોપાલ ઇટાલિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ નવી ટીમ સાથે આગામી 21 મેના રોજ મોંઘવારી વિરુદ્ધ રાજ્યવ્યાપી આક્રમક કાર્યક્રમ યોજી આપ મેદાનમાં ઉતરશે.

