Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: 5.368 Kg Ganja Seized From Passenger From Gakok At Ahmedabad Airport

VIDEO: અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ૫.૩૬૮ કિલો ગાંજો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી પાંચ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે...   બેંગકોકથી અમદાવાદ આવી પહોંચેલી થાઈ એરવેઝની ફ્લાઈટ TG-343માં મુસાફરી કરી રહેલા એક શંકાસ્પદ મુસાફરને કસ્ટમ્સ અધિકારીઓએ અટકાવ્યો હતો. અધિકારીઓએ જ્યારે તેની ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેમાંથી કાળા પોલિથિનમાં પેક કરેલા ૫ પેકેટ મળી આવ્યા હતા. તપાસમાં આ પેકેટ્સમાંથી કુલ ૫ કિલો ૩૬૮ ગ્રામ જેટલો હાઈ-ક્વોલિટી હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે. કસ્ટમ્સ વિભાગે એનડીપીએસ એક્ટ હેઠળ આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લેવાની સાથે એક આરોપીની ધરપકડ કરી છે.  

App Store