વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસ: મારી નાખવાના ઇરાદે ગોળી મારી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ, ACP પોતે બન્યા ફરિયાદી

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં થોડા દિવસો પહેલા થયેલા ફાયરિંગ અને દંપતીના મોતના મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. અત્યાર સુધી જે ઘટનાને આકસ્મિક ફાયરિંગ કે રહસ્યમય મોત માનવામાં આવતું હતું, તે વાસ્તવમાં પત્નીની ઘાતકી હત્યા અને ત્યારબાદ પતિની આત્મહત્યા હોવાનું પોલીસ તપાસમાં ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. પોલિસ ફરિયાદ અનુસાર મારી નાખવાના ઇરાદે ગોળી મારી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
પોલીસ અધિકારી પોતે બન્યા ફરિયાદી
આ કેસની ગંભીરતાને જોતા એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મૃતક પતિ યશ ગોહિલ વિરુદ્ધ તેની પત્ની રાજેશ્વરીની હત્યાની ફરિયાદ નોંધી છે.
પોલીસ ફરિયાદ: આ ગંભીર ઘટનામાં એ-ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર (ACP) જયેશ ડી. બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૃતક યશકુમારસિંહ ઉર્ફે દુર્ગેશસિંહ ગોહિલ (ઉ.વ. ૩૫) વિરુદ્ધ તેની પત્ની રાજેશ્વરીબા (ઉ.વ. ૩૦)ની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પીએમ રિપોર્ટમાં મોતનું કારણ: બંને મૃતકોના શબનું ફોરેન્સિક પીએમ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ડૉક્ટરો દ્વારા અપાયેલા ડેથ સ્લિપ મુજબ, મોતનું કારણ "Cause of death is died due to shock and hemorrhage as a result of head injury caused by discharge of firearm" (હથિયારમાંથી ગોળી છૂટવાને કારણે માથામાં થયેલી ઈજાથી આંચકો અને રક્તસ્ત્રાવ થવાથી મૃત્યુ) નોંધવામાં આવ્યું છે.
તપાસમાં થયેલા ખુલાસા:
-
હત્યાનો ઇરાદો: તપાસમાં બહાર આવ્યું છે કે રિવોલ્વરનું ટ્રિગર ચોક્કસ પ્રકારનું બળ વાપર્યા વગર દબાવવું શક્ય નથી. આથી, યશકુમારે પત્ની રાજેશ્વરીબાને જાનથી મારી નાખવાના ઇરાદે જ માથાના પાછળના ભાગે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું.
-
ઘટનાક્રમ: પત્નીની હત્યા કર્યા બાદ યશકુમારે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જ્યારે 108 ના કર્મચારીઓએ રાજેશ્વરીબાને મૃત જાહેર કર્યા, ત્યારે ગભરાઈ ગયેલા અથવા પશ્ચાતાપમાં આવેલા યશકુમારે તે જ રિવોલ્વરથી પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
-
હથિયારની વિગત: આ ગુનામાં વપરાયેલી રિવોલ્વર (નંબર-A0250SWA0250SW) યશકુમારના નામે ભાવનગર જિલ્લાનું લાયસન્સ ધરાવતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે રિવોલ્વરમાં માત્ર 02 જ રાઉન્ડ (કારતૂસ) હતા અને બંનેનો ઉપયોગ થઈ ગયો હતો. . યશરાજે પહેલા એક ગોળી પત્નીને મારી અને ત્યારબાદ બીજી ગોળી પોતાની ઉપર ચલાવી આત્મહત્યા કરી લીધી હતી.
કાયદેસરની કાર્યવાહી: પોલીસે મૃતક યશકુમારસિંહ ગોહિલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-103 (1 ) (હત્યા) અને ધી આર્મ્સ એક્ટની કલમ-30 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા બાદ આત્મહત્યા
પોલીસના જણાવ્યા અનુસાર, યશરાજે પત્ની રાજેશ્વરીની હત્યા કર્યા બાદ ગભરાટમાં અથવા પૂર્વે નિર્ધારિત પ્લાન મુજબ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પત્નીને માથાના ભાગે નજીકથી ગોળી વાગી હોવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
તપાસના ચક્રો ગતિમાન
ACP જયેશ બ્રહ્મભટ્ટ દ્વારા નોંધાવેલી આ ફરિયાદ બાદ હવે વસ્ત્રાપુર પોલીસ આ હત્યા પાછળના મુખ્ય કારણો (મોટીવ) તપાસી રહી છે. દ

