Ahmedbabad news: વસ્ત્રાલમાં તોડફોડ કરનાર શખ્સની ધરપકડ, આરોપીએ ત્રીજી વખત ગુંડાગીરી કરી હોવાનો સ્થાનિકોનો આરોપ

વસ્ત્રાલમાં તોડફોડ કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. રામોલ પોલીસે સંકેત ચૌધરીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અગાઉની અદાવતમા માધવ સ્કૂલ પાસે અર્બુદા ડેકોરેટર્સમાં આરોપીએ તોડફોડ કરી હતી. આ ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા હતા. રામોલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોની ગુંડાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તનમન ચોકડી પાસે આવેલી માધવ સ્કૂલ નજીક અર્બુદા ડેકોરેટર્સમાં એક શખ્સે તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, સંકેત ચૌધરી નામના શખ્સે છેલ્લા 10 વર્ષમાં ત્રીજી વખત આ પ્રકારે ગુંડાગીરી આચરી છે. અસામાજિક તત્વોના સતત વધતા ત્રાસથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

