VIDEO: વૈભવ ભટ્ટ બન્યા GTU ના નવા ઇનચાર્જ કુલપતિ, કહ્યું વિદ્યાર્થીઓને ફ્યુચર રેડી બનાવવાનો લક્ષ્યાંક
સોર્સ : gstv
અમદાવાદ સ્થિત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ના નવા ઇનચાર્જ કુલપતિ તરીકે વૈભવ ભટ્ટે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે જુના કુલપતિએ યુનિવર્સિટીનો મજબૂત પાયો નાખીને તેને સતત આગળ ધપાવી છે. GTU રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ગર્વભેર નામ રોશન કરે તે દિશામાં આગામી સમયમાં સઘન કામગીરી કરવામાં આવશે, જેથી યુનિવર્સિટી વધુ સારી રીતે પ્રગતિ કરી શકે.તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રવેશ અને પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા યોગ્ય રીતે ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે GTU નો દરેક વિદ્યાર્થી 'ફ્યુચર રેડી' બને અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સફળતાપૂર્વક પોતાનું નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે.

