કેન્દ્રીય મંત્રી અમિત શાહ ડિસેમ્બરમાં ગુજરાત પ્રવાસે, 1500 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

સોર્સ : google
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 5 થી 7 ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના ₹1500 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે, જેનાથી શહેરના વિકાસને નવી ગતિ મળશે. અમિત શાહ દ્વારા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વસ્ત્રાપુર તળાવ સહિતના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ તેઓ 7 ડિસેમ્બરે ગોતામાં જાહેર સભાને સંબોધન કરશે.

