કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ્દ, અનેક કાર્યક્રમો મોકૂફ

અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આવતીકાલથી શરૂ થનારો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. અમિત શાહ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા, પરંતુ અચાનક પ્રવાસ રદ્દ થતા આયોજન કરાયેલા તમામ કાર્યક્રમોને લઈને નવી તારીખોની રાહ જોવાઈ રહી છે.
માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ રેલવે સહિતના અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત વિવિધ સ્થળોએ સરકારી તેમજ સંગઠનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રવાસ રદ્દ થવાના કારણે સંબંધિત વિભાગો અને આયોજકો દ્વારા કાર્યક્રમોની નવી તારીખો અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જોકે, પ્રવાસ રદ્દ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ પ્રવાસ રદ્દ થતાં હવે આગામી કાર્યક્રમોની નવી તારીખોની જાહેરાત પર સૌની નજર મંડાઈ છે.

