VIDEO: રામોલમાં સગીરા સાથે સગા કાકા પર દુષ્કર્મ કરવાનો આરોપ
સોર્સ : gstv
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળનો કેસ નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ સગીરાના સગા કાકા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે અને ઘટના અંગે પરિવારને જાણ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો, જેને રામોલ પોલીસે અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ તપાસ, મોબાઇલ ડેટા રિકવરી, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

