VIDEO: 825 કિલો બ્રાસની લૂંટ માટે ટ્રક ડ્રાઈવરની હત્યા
સોર્સ : gstv
ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 825 કિલો બ્રાસની લૂંટ માટે ટ્રક ડ્રાઈવરની હત્યા કરાઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કરિયાણા ગામની સીમ નજીક સિકંદરભાઈ જુણેજાને મોબાઈલની હેન્ડ્સ ફ્રીથી ગળેટૂંપો આપી હત્યા કરાઈ હતી. તપાસમાં તબરેજ અંસારી અને મોહંમદ અલમીનનું નામ સામે આવ્યું છે, જેઓ લૂંટેલો માલ વેચી ફરાર થયા હતા. પેટલાદ નજીકથી બિનવારસી આઈસર ટેમ્પો મળ્યો, જેમાં દેશી પિસ્ટલ અને પાંચ જીવતા કારતૂસ મળી આવ્યા. પેટલાદ અને કોઠ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

