Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Traffic Police guidelines regarding PM Modi's roadshow

Ahmedabad News: PM Modiના રોડ શોને લઈને ટ્રાફિક પોલીસની માર્ગદર્શિકા

Timeછેલ્લું અપડેટ : 24 May 2025
લાઇવ ટીવીGoogle News

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર થકી બદલો લીધા બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા છે ત્યારે અમદાવાદમાં એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી રોડ શો યોજાવાનો છે. આને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ લોકોને અડચણ ના પડે તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરી લોકોને અવગત કર્યા છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે ક્યા રોડ બંધ રહેશે અને ક્યા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકાશે તેની માર્ગદર્શિકા બહાર પાડી છે. 

App Store

અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન કરનાર નાગરિકોએ બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો 

(૧) સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ અથવા
(૨) ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી આવાગમન કરી શકાશે

જે પ્રવાસીઓની ફ્લાઇટ સાંજે ૬ વાગ્યાથી ૯ વાગ્યાની વચ્ચે છે તેઓ પોતાના ઘરેથી રોજિંદા સમય કરતાં બે કલાક અગાઉ નીકળવાનું આયોજન કરવું.
ફ્લાઈટની ટિકિટ કોઈ પોલીસ જવાન માંગે ત્યારે બતાવવી જેથી આપને એરપોર્ટ પહોંચવામાં સરળતા રહે.
ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર ૧૬:૦૦ (સાંજે ૪ કલાક) કલાક પછી માત્ર રોડશો અને એરપોર્ટના યાત્રીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.
ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ જનાર વાહનોએ હાંસોલ સર્કલથી સરદારનગર વાળો રસ્તો લઈને Pristine હોટેલ કટથી એરપોર્ટ જવાનું રહેશે.

રોડ શોમાં આવતા લોકોએ નિર્ધારિત સ્થાન પર સાંજે 5:00 વાગ્યા પહેલા પહોંચી જવાનું રહેશે
સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતા રસ્તાઓ (બપોરે ૧ કલાક) ૧૩:૦૦ કલાક પછી નો-પાર્કિંગ ઝોન રહેશે.
હાંસોલ, કોટરપુર, નોબૅલ નગર, મેઘાણી નગર અને સરદાર નગરના સ્થાનિક રહીશોને નમ્ર અપીલ છે કે આ સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે વાહનો લઈને ઘરેથીના નીકળે અને આવશ્યકતા જણાય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે.

ટ્રાફિક હેલ્પલાઇન - 
કોઈપણ પ્રકારની ઇમરજન્સી જણાય તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર ૧૦૯૫ પર સંપર્ક કરો.
તમામ અપડેટ માટે શહેર ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા પેજ સાથે જોડાયેલા રહો.