VIDEO: અમદાવાદમાં ટ્રાફિક ASI દસ હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
સોર્સ : gstv
અમદાવાદમાં ACBએ ટ્રાફિક વિભાગના ASIને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મુકેશજી જીવણજી રાજપૂત અકસ્માત અંગેની અરજી ફાઈલ બંધ કરવાના બદલે ૧૦ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.ફરિયાદી આ લાંચ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ બાબતે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે સુભાષબ્રિજ પોલીસ ચોકી પાસે આવેલા 'શ્રીજી ચાય વાલા'ની દુકાને સફળ ટ્રેપ ગોઠવી હતી.જેવું એ.એસ.આઈ. મુકેશજી રાજપૂતે લાંચના નાણાં સ્વીકાર્યા કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને કસ્ટડીમાં લીધા હતા અને ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

