Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Times of Asarwa-Khed Brahma Maimu and Kanpur Special trains changed: Know when the train will take off

અસારવા–ખેડબ્રહ્મા મેમૂ અને કાનપુર સ્પેશિયલ ટ્રેનના સમય બદલાયા: જાણો કઈ ટ્રેન ક્યારે ઉપડશે

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અસારવા–ખેડબ્રહ્મા મેમૂ અને કાનપુર સ્પેશિયલ ટ્રેનના સમય બદલાયા: જાણો કઈ ટ્રેન ક્યારે ઉપડશે
સોર્સ : gstv

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલા અસારવા સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓ સંબંધિત વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સુવિધાજનક કામગીરીને કારણે અસારવા-ખેડબ્રહ્મા મેમૂ અને અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

App Store

અસારવાથી 19:05 કલાકે ઉપડશે

•સુધારેલા સમયપત્રક મુજબ 69251 અસારવા–ખેડબ્રહ્મા મેમૂ અસારવા સ્ટેશનથી 19:05 કલાકે ઉપડશે. ત્યારબાદ પ્રાંતિજ 20:07 કલાકે પહોંચી 20:08 કલાકે ઉપડશે.
•આ ટ્રેન હિંમતનગર ખાતે 20:50 કલાકે પહોંચીને 20:52 કલાકે ઉપડશે, જ્યારે ઇડર ખાતે 21:21–21:22 કલાકે રહેશે. ત્યારબાદ ખેડબ્રહ્મા ખાતે 22:00 કલાકે પહોંચશે.

અસારવા–કાનપુર સ્પેશિયલનો સમય પણ બદલાયો

•આ ઉપરાંત ટ્રેન નંબર 01906 અસારવા–કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર છઠ્ઠી ઓક્ટોબર 2026થી ટ્રેન નંબર 26903/26904નું સંચાલન શરૂ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
•સુધારેલા સમય મુજબ ટ્રેન નંબર 01906 અસારવા સ્ટેશનથી સવારે 8:45 કલાકે ઉપડશે અને સરદારગ્રામ સ્ટેશન પર 10:25 કલાકે પહોંચશે. અહીંથી ટ્રેન 10:27 કલાકે ઉપડશે.