'આ બિલ્ડીંગ ભયજનક છે', અનેક સરકારી ઈમારતોમાં પ્રજાની સલામતી જોખમમાં

આ બિલ્ડીંગ ભયજનક છે, આવું પાટીયું પ્રવેશદાર પર લગાવાયેલું છે. તેવી અમદાવદાના પોલીટેકિનક કમ્પાઈન્ડમાં આવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીમાં વિધવા મહિલાઓ અને બાળકો સરકારી સહાય માટે આવે છે. આ ભયજનક કચેરીમાં જવું એ પણ ગુજરાત સરકાર અને જવાબદાર સરકારી વિભાગોની આ બેદરકારી છે.
ગુજરાત સરકારના 30 વિભાગોની અનેક ઓફિસો અસલામત જાહેર
ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી અમદાવાદના પોલીટેકનિક કમ્પાઉન્ડ જ નહીં રાજ્યભરમાં ગુજરાત સરકારના 30 વિભાગોની અનેક ઓફિસો અસલામત જાહેર કરાયેલા બિલ્ડિંગમાં ધમધમે છે. એક બિનસત્તાવાર આંત મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જિલ્લામાં 458 રહેણાંક અને બિન રહેણાંક સરકારી બિલ્ડીંગો જોખમી છે. ઈન્સપેક્શન કરાયા પછી પણ કોઈ કાર્યવાહી ન કરતાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો અને નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
રાજ્યભરમાં આવેલી કેટલીય ઈમારતો ભયજનક છે. સરકારની રાહે આ ઓફિસોની બિલ્ડીંગોના પુન:નિર્માણની દરખાસ્તો ગાંધીનગર કરી દેવામાં આવી છે. આ દરખાસ્તો પણ જેતે વિભાગની ઓફિસોમાં ધૂળ ખાય છે. ત્યારે તે માટેના પત્રો લખીને કે પછી બિલ્ડીંગ ભયડવક હોવાના બોર્ડ લગાવીને પોતાની જવાબદારી મુક્ત થવાનું પાપ ગાંધીનગરથી ગુજરાત સરકાર કે સરકારી વિભાગોના વડાઓ કરી રહ્યાં છે.
આ બિલ્ડીંગ ભયજનક છે તેવા ભય દર્શાવતા લખાણ સાથે ધમધમે છે
સરકારી સૂત્રોમાંથી પ્રાપ્ત બિનસત્તાવાર વિગતો મુજબ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને મહેસાણા જિલ્લામાં જ 239 સરકારી ઓફિસો એટલે કે બિન રહેણાંક સ્ટ્રક્ચર અને 219 રહેણાંક બિલ્ડીંગો બાંધકામો જરૂરી હોવાના દાવાઓ જે તે સરકારી વિભાગ તરફથી કરી દેવાયાં છે. અમદાવાદના સરકારી સહિત અડધો ડઝન સરકારી કચેરીઓ કાર્યરત છે. અગાઉ જિલ્લા કલેક્ટરની એક કચેરી કાર્યરત હતી તે ભયજનક બિલ્ડીંગના કારણે બંધ કરી સ્થળાંતરિત કરાઈ છે. હજુ અડધો ડઝન સરકારી કચેરીઓના પ્રવેશદ્વારા પર આ બિલ્ડીંગ ભયજનક છે તેવા ભય દર્શાવતા લખાણ સાથે ધમધમી રહી છે.
અમદાવાદના સરકારી પોલીટેકનિક બિલ્ડિંગમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, બિજ નિગમ સહિત અડધો ડઝન સરકારી કચેરીઓ કાર્યરત છે. અગાઉ જિલ્લા કલેક્ટરની એક કચેરી કાર્યરત હતી તે ભયજનક બિલ્ડિંગના કારણે બંધ કરી સ્થળાંતરિત કરાઈ છે. પણ, હજુ અડધો ડઝન સરકારી કચેરીઓ તેના પ્રવેશદ્વાર ઉપર ‘આ બિલ્ડિંગ ભયજનક છે' તેવા ભય દર્શાવતા લખાણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા કે રાજકોટ જ નહીં રાજ્યભરમાં 30 સરકારી વિભાગોની અનેક સરકારી કચેરીઓ જર્જરિત બિલ્ડિંગોમાં કર્મચારીઓ અને અરજદારો ઉપર જોખમ વચ્ચે કાર્યરત છે. બિલ્ડિંગોનું નિયત આયુષ્ય પૂર્ણ થયાની નોંધ વચ્ચે કાર્યરત સરકારી બિલ્ડિંગોમાં પોપડા પડવા સહિતની નાની-મોટી ઘટના બનતી રહે છે. પણ, ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને અમુક અંશે અરજદારોને ભયજનક બિલ્ડિંગોમાં અવર-જવર વધુ જોખમી લાગી રહી છે. જોકે, ગુજરાત સરકારનો કુંભકર્ણ કોઈ દુર્ઘટના પહેલાં જાગવા ટેવાયેલો નથી એવી ટકોર થવા લાગી છે.

