Ahmedabad news: સ્વામિનારાયણ મંદિરમાં ભક્તનાં સ્વાંગમાં આવેલા ચોરની ધરપકડ

મણીનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તનાં સ્વાંગમાં પ્રવેશી એક યુવકે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.મણીનગર પોલીસે આસપાસનાં સીસીટીવી તપાસ કરતા તેમાં આરોપી કેદ થયો હતો અને અંતે બાપુનગરનાં પાર્થ વાઘેલા નામનાં યુવકની ધરપકડ કરી છે.
અમદાવાદનાં મણીનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તનાં સ્વાંગમાં પ્રવેશી એક યુવકે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગત 27મી જુલાઈનાં રાતનાં સમયે એક યુવક મંદિર પરીસરમાં પ્રવેશ કર્યો હતો અને આખી રાત મંદિર પરિસરમાં આંટાફેરા માર્યા હતા, મંદીરનાં ભંડાર રૂમમાં મોટી રકમ મળવાની આશાએ ચોરી કરવા ગયેલા યુવકને કઈ મોટું હાથમાં ન આવતા તેણે ભંડાર રૂમનું તાળુ તોડી અંદરથી બે મોબાઈલ ચોરી કર્યા હતા. જે મામલે મંદિરનાં મહંતને જાણ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મણીનગર પોલીસે આસપાસનાં સીસીટીવી તપાસ કરતા તેમાં આરોપી કેદ થયો હતો અને અંતે બાપુનગરનાં પાર્થ વાઘેલા નામનાં યુવકની ધરપકડ કરી છે. સ્વામિનારાયણ મંદિરમાં સારી એવી રોકડ તેને મળવાની આશા હોવાથી તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો, તેવામાં મણીનગર પોલીસે હાલ આરોપીને પકડી વધુ તપાસ શરૂ કરી છે.

