ગુજરાતમાંથી મહા કુંભ માટે આ 6 વન વે સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ, શ્રદ્ધાળુઓ માટે પશ્ચિમ રેલવેનું આયોજન

દેશનો સૌથી મોટો કુંભ મેળો 13 જાન્યુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે શ્રદ્ધાળુઓની સુવિધા માટે અને મહાકુંભમાં ભાગ લઈ શકે તે માટે પશ્ચિમ રેલવેએ મોટી જાહેરાત કરી છે. 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભ 2025 નો પ્રારંભ થશે. 43 દિવસ ચાલનારા કુંભમેળામાં 40 કરોડ શ્રદ્ધાળુઓના આગમનની શક્યતા છે. શ્રદ્ધાળુઓના ભીડને લઈ પશ્ચિમ રેલવે ખાસ આયોજ કર્યું છે. પશ્ચિમ રેલવે મહા કુંભ મેળા માટે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે.
આ પણ વાંચોઃ 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ ડિવિઝન પર નવું ટાઈમ ટેબલ લાગુ, આ ટ્રેનોના સમયમાં ફેરફાર
મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા અને વધુને વધુ શ્રદ્ધાળુઓ કુંભમેળાનો લાભ લઈ શકે તે માટે છ સ્પેશિયલ ટ્રેનોની શરૂઆત આજથી કરી દેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે ઉધના - પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ અને સાબરમતી-પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

