VIDEO: અમદાવાદના શાહીબાગ પોસ્ટલ સોર્ટિંગ હબમાંથી ૨૦૦૦ની નોટોના પાર્સલની ચોરી
સોર્સ : gstv
અમદાવાદના શાહીબાગ સ્થિત નેશનલ સોર્ટિંગ હબમાંથી રૂ. ૨૦૦૦ના દરની નોટોના ૧૧૬ જેટલા પાર્સલની ચોરી થઈ છે... આ મામલે વર્તમાન મેનેજર દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બે કર્મચારીઓ સામે ૧૧ લાખ ૮૬ હજારની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ચોરી આરબીઆઈમાં જમા કરાવવા માટે મોકલવામાં આવેલા પાર્સલમાંથી કરવામાં આવી હતી. વિભાગના ત્રણ અધિકારીઓની તપાસ ટીમે કરેલી પ્રાથમિક તપાસમાં ગેરરીતિ ખુલ્લી પડી હતી, જેના આધારે પૂર્વ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ નટવર પંડ્યા અને ગ્રામીણ ડાક સેવકની અવેજીમાં ફરજ બજાવતા યશ પંડ્યા સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

