Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The trustees of some schools in Ahmedabad sacked the teachers

ડમી સ્કૂલોનું વધ્યું આધિપત્ય! અમદાવાદની આ સ્કૂલોના શિક્ષકોને છૂટા કરી આખી શાળા કોચિંગ ક્લાસને હવાલે

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2024
લાઇવ ટીવીGoogle News
ડમી સ્કૂલોનું વધ્યું આધિપત્ય! અમદાવાદની આ સ્કૂલોના શિક્ષકોને છૂટા કરી આખી શાળા કોચિંગ ક્લાસને હવાલે

અમદાવાના ઘાટલોડિયા અને રાણીપ વિસ્કારના કેટલાક ટ્રસ્ટી અને આચાર્યોએ પોતાની શાળાના વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોને છૂટા કરીને સંપૂર્ણ કોચિંગ ક્લાસિસને હવાલે કરી દીધી છે. ધોરણ-11 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓનો સમય અને ફી પણ કોચિંગ ક્લાસીસ દ્વારા નક્કી થાય છે. અને તેમને શાળામાં જવાને બદલે સીધા જ કોચિંગમાં વાળી દેવામાં આવે છે. જો કે આ પ્રથામાં સંચાલક, આચાર્ય ઉપરાંત વાલીઓ પણ ભારોભાર જવાબદાર છે.

App Store

વિજ્ઞાન પ્રવાહમાં ચાલે છે ડમી કલ્ચર

મી શાળાઓના વિદ્યાર્થીઓમાં તણવાનું પ્રમાણ વધારે

આ અંગે અમદાવાદના એક જાણીતા સાઈક્યાટ્રિસ્ટ જણાવે છે કે હમણાં જે બાળકોના કેસીસ આવી રહ્યા છે તેમાં અગિયારમા અને બારમા ધોરણના મોટા ભાગના વિદ્યાર્થીઓમાં જે તણાવ જોવા મેળી રહ્યો તેમાં ડમી શાળાઓના વિદ્યાર્થીઓનું પ્રમાણ વિશેષ છે. લગભગ 80 ટકા વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસના પ્રેશરને કારણે તેમની ગમતી પ્રવૃત્તિ ન કરી શકવાને કારણે કાઉન્સિલિંગ માટે આવે છે. આવા વિદ્યાર્થીઓમાં સતત અભ્યાસનું રટણ, સતત પરીક્ષાનું ટેન્શન અને નિષ્ક્રિયતા વધવા લાગે છે. આવા બાળકોને અમે થોડા દિવસ અભ્યાસ છોડીને બીજી ગમતી પ્રવૃત્તિઓ કરવાનું જણાવીએ છીએ. જેથી બાળક નોર્મલ બને. ડમી શાળાના વિદ્યાર્થીઓ માર્ક્સ સારા લાવે તો પણ તેમની પર્સનાલિટીમાં ડિસઓર્ડર વિશેષ જોઈ શકાય છે. 

સર્વાંગી વિકાસ શાળા જ આપી શકે : રાજુભાઈ ગઢવી

હાલમાં શિક્ષણમાં ચાલી રહેલા બી કલ્ચર અંગે વાત કરતાં દિવાન બલ્લુભાઈના નિવૃત ઈનચાર્જ આચાર્ય રાજુભાઈ ગઢવી જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસ શાળા જ આપી શકે. કોચિંગ ક્લાસિસમાં આ શક્ય જ નથી. માત્ર માર્કસ લાવવા પૂરતી માનસિક્તા વિદ્યાર્થીઓને નુકસાન કરી રહી છે. કિશોરાવસ્થામાં ધોરણ- 11 અને 12 મહત્ત્વના વર્ષ છે પરંતુ આ વર્ષોમાં બાળકોમાં નેતૃત્ત્વ, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું એક આગવું મહત્વ હોય છે. કિશોરાવસ્થામાંથી બાળકને માત્ર અભ્યાસ તરફ જ ફેરવી દેવામાં આવે તો તેની અનેક વિપરિત અસરો તેના માનસ પર પડી શકે છે.