Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The rising prices of onions disrupted the budget of the poor and middle class

VIDEO: ડુંગળીના વધતા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓની મુશ્કેલી વધી છે. છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. હોલસેલ માર્કેટમાં 20થી 50 રૂપિયામાં મળતી ડુંગળી છૂટક બજારમાં 70થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. ડુંગળી ઉપરાંત ખાંડ, તેલ સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં અગાઉ લીંબુના ભાવ વધ્યા બાદ હવે ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. વધતી મોંઘવારી પર અંકુશ લાવી ભાવ ઘટાડવાની માંગ ગૃહિણીઓ કરી રહી છે.

App Store