Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The men escaped after firing and threatening the youth in Gomtipur

અમદાવાદ/ 'તને જાનથી મારી નાખીશ', ગોમતીપુરમાં ફાયરિંગ કરી શખ્સો ફરાર

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ/ 'તને જાનથી મારી નાખીશ', ગોમતીપુરમાં ફાયરિંગ કરી શખ્સો ફરાર

અમદાવાદમાં  કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતો કિસ્સો ગોમતીપુરમાંથી સામે આવ્યો છે, જાણે  તોફાની તત્વોને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. ગોમતીપુરમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સામાન્ય બોલાચાલી બાદ ઝઘડાનું સ્વરૂપ ઉગ્ર બન્યું હતું.

App Store

ધવલ સોલંકી નામના વ્યક્તિને ફાયરિંગ કરી મારી નાખવાની ધમકી 

નટવરલાલ વકીલની ચાલીમાં ધવલ સોલંકી નામના વ્યક્તિને ફાયરિંગ કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.  દિપક મકવાણા નામના વ્યક્તિએ જાહેરમાં ફાયરીંગ કર્યું  હતું. 

દિપક મકવાણા અને અન્ય 2 શખ્સો સામે ગુનો નોંધાયો

ફાયરિંગ કર્યા પછી ધમકી પણ અપાઈ હતી. તો બીજી તરફ આ  દિપકની સાથે આવેલા અન્ય 2 શખ્સોના હાથમાં તલવાર લઈને આવ્યા હતા.સમગ્ર મામલે ફરિયાદીએ દિપક મકવાણા અને અન્ય 2 શખ્સો સામે ગોમતીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.