VIDEO: અમદાવાદ જિલ્લા પંચાયતની મળેલી બોર્ડ બેઠકમાં વરસાદની પાણી ભરાવવાનો મુદ્દે ચર્ચા
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લા પંચાયતની મળેલી બોર્ડ બેઠકમાં વરસાદની પાણી ભરાવવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો..ભાજપના સભ્યો દ્વારા વરસાદી પાણી ભરાવાની સમસ્યા ની રજૂઆત કરવામા આવી. સભ્યોએ રજૂઆત કરી કે વરસાદી પાણી ભરાવાને લીધે ખેડૂતો અને લોકોને નુકસાન થયું છે..કેટલાક ખેતરોમાં તો બે ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા આ પ્રકારની સ્થિતિને જોતા આગામી દિવસોમાં જિલ્લા પંચાયત દ્વારા રેસ્ક્યુ બોટ ખરીદવી પડે તેવી ટકોર પણ કરવામાં આવી. પાણી ન ભરાય તે માટે આગામી દિવસોમાં શું કરી શકાય અને કઈ રીતે નુકસાન વળતર મળશે તે અંગે રજૂઆત કરવામાં આવી.

