Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The firemen saved the lives of 26 people

VIDEO: અમદાવાદમાં જીવરાજ પાર્કની મધુરમ એપાર્ટમેન્ટની સીડી તૂટી, ફાયરના જવાનોએ 26 લોકોનું રેસક્યૂ કર્યું

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2024
લાઇવ ટીવીGoogle News

અમદાવાદમાં ગત રોજથી સતત વરસાદ વરસી રહ્યો છે, વહેલી સવારે પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ત્યારે આ વરસાદ વચ્ચે શહેરના જીવરાજ પાર્કમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં મધુરમ એપાર્ટમેન્ટની G બ્લોકની સીડી અચાનક તૂટી પડી હતી.

App Store

ધડાકાભેર સીટી તૂટી પડતાં લોકોમાં ડરનો માહોલ છવાયો

ધડાકાભેર સીટી તૂટી પડતાં લોકોમાં ડરનો માહોલ છવાયો હતો, સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ દાદર ઉતરી રહ્યું ન હોતું, મોટી જાનહાની ટળી હતી. સીડી તૂટી પડતાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

દુર્ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી

દુર્ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી.  એકથી ત્રણ માળ વચ્ચેની સીડી ધડાકાભેર તૂટી પડી હતી. એપાર્ટમેન્ટના બે બ્લોકમાં રહેતા રહીશો ફસાયા હતા. વરસતા વરસાદ વચ્ચે ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોએ રેસ્ક્યું કામગીરી કરી હતી.

એપાર્ટમેન્ટમાંથી 26 લોકોનું રેસ્કયું કરવામાં આવ્યું

એપાર્ટમેન્ટમાંથી 26 લોકોનું રેસ્કયું કરવામાં આવ્યું હતું. ફાયરનાં જવાનોએ સીડી દ્વારા તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા.