Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Technology and vigilante reunion of missing 6 year old with family

VIDEO: ટેકનોલોજી અને સતર્કતાથી ગુમ થયેલા ૬ વર્ષના બાળકનું પરિવાર સાથે પુનઃમિલન

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના અંધજન મંડળ BRTS સ્ટેશનેથી અચાનક ગુમ થયેલા ૬ વર્ષના બોલી ન શકતા બાળક ધનુષ જાનીની સુરક્ષિત વાપસી પાછળ BRTS કંટ્રોલ સેન્ટરની ઉત્કૃષ્ટ સતર્કતા અને ટેકનોલોજીનું મોટું યોગદાન રહ્યું છે. ઘટનાની ગંભીરતા સમજીને કંટ્રોલ રૂમે તાત્કાલિક એક્શન લીધા અને બાળકનો ફોટો વોટ્સએપ ગ્રૂપમાં વાયરલ કર્યો. આ સાથે સીસીટીવી લાઈવ મોનિટરિંગ અને એવીએલએસ બસ ટ્રેકિંગની મદદથી એ સાબિત થયું કે માસૂમ બાળક રૂટ નંબર ૧૨ ની બસમાં બેસીને આગળ નીકળી ગયો છે. આખી ટીમની સચોટ અને સંકલિત મહેનત રંગ લાવી, જેના પરિણામે ચંડોળા તળાવ BRTS વર્કશોપ ખાતેથી બાળકને હેમખેમ શોધી કાઢવામાં આવ્યો અને તેના પિતા મીતુલ જાનીને સહીસલામત સોંપવામાં આવ્યો.

App Store