Ahmedabad: શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી નિમિત્તે કાલુપુર સ્થિત સ્વામીનારાયણ મંદિર દ્વારા પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ
સોર્સ : GSTV
સ્વામીનારાયણ શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામીનારાયણ મંદિર દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ 'સામૈયા'ના ઉપલક્ષમાં આજે મંદિરના પ્રાંગણમાં એક ભવ્ય પેઈન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામીનારાયણ સંસ્થા હંમેશા કલા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી રહી છે. આ પરંપરાને જાળવી રાખતા, આજે આયોજિત સ્પર્ધામાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આશરે 200 જેટલા ચિત્રકારોએ ભાગ લીધો હતો. ચિત્રકારોએ મંદિરના પ્રાંગણમાં બેસીને મંદિરના હેરીટેજ વારસાના વિવિધ ચિત્રો બનાવ્યા હતા. આ અવસરે વિજેતાઓને મંદિર તરફથી ભેટ આપવામા આવશે.

