VIDEO: ચાંગોદરની ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ભારતીય સેના દ્વારા ફસાયેલા નાગરિકોનું કરાયું સફળ રેસ્ક્યુ
સોર્સ : gstv
ચાંગોદર નજીક આવેલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય સેનાએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઇન્ડિયન આર્મીની વિશેષ બોટ અને સૈન્યના વાહનોની મદદથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. રેસ્ક્યુ દરમિયાન વૃદ્ધો, મહિલાઓ અને અન્ય કર્મચારીઓને પ્રાથમિકતા આપી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. માત્ર બચાવ કામગીરી જ નહીં, પરંતુ અસરગ્રસ્ત લોકોને પીવાનું પાણી અને ભોજનની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.

