Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Statement of DEO and school administrator surfaced

Ahmedabadની વેદાંત સ્કુલમાં છેડતી મામલે શહેરના DEO અને શાળા સંચાલકનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabadની વેદાંત સ્કુલમાં છેડતી મામલે શહેરના DEO અને શાળા સંચાલકનું નિવેદન
સોર્સ : GSTV

Ahmedabad News: અમદાવાદમાં વેદાંત સ્કૂલમાં છેડતી મામલે DEOનું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે , શાળાને ઘટના મામલે જવાબ રજુ કરવા આદેશ આપવામાં આવ્યા છે. શાળાએ શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તપાસમાં શાળાના કોઈ બદઈરાદા દેખાતા નથી.

App Store

શિક્ષકને હટાવી દીધા છે - શાળા સંચાલક

વેદાંત ન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીનીની છેડતીની ઘટના બાદ શાળાએ કડક પગલા લીધા છે. શાળા સંચાલક ડૉ ધારિણી શુક્લએ જણાવ્યું હતું કે, ઘટના બનતા શાળા સંચાલકોએ શિક્ષકને હટાવ્યા છે. 12 દિવસ પહેલા જ શિક્ષકની પ્રોબેશન પિરિયડ ઉપર નિમણુંક કરવામાં આવી હતી. ઘટના બાદ અમે અન્ય વિદ્યાર્થીઓ સાથે આવી કોઈ ઘટના બની કે કેમ તેની તપાસ કરવામાં આવી છે.  અમે પોલીસને ઘટનાની જાણ કરી અને પોલીસને પૂરતો સહકાર આપી રહ્યા છીએ. આ પહેલા ક્યારેય શાળામાં આવો બનાવ બન્યો નથી.