Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Statement of BJP spokesperson Dr. Shraddha Rajput on the scam committed by BJP leader Montu Patel

Ahmedabad news: ભાજપના નેતા મોન્ટુ પટેલે કરેલા કૌભાંડ મુદ્દે ભાજપ પ્રવક્તા ડૉ.શ્રદ્ધા રાજપૂતનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ભાજપના નેતા મોન્ટુ પટેલે કરેલા કૌભાંડ મુદ્દે ભાજપ પ્રવક્તા ડૉ.શ્રદ્ધા રાજપૂતનું નિવેદન

Ahmedabad news: PCI અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે કોલેજોને માન્યતા આપવાના લાંચ લેવાના આરોપની સીબીઆઈ તપાસ ચલાવી રહી છે ત્યારે આ અંગે ભાજપના પ્રવક્તા ડૉ.શ્રદ્ધા રાજપૂતે આ અંગે નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું કે, ભાજપના નેતા મોન્ટુ પટેલ ભાજપના હોદ્દેદાર છે અનેસીબીઆઈની તપાસ ચાલી રહી છે. જો મોન્ટુ પટેલ દોષિત નીકળશે તો પક્ષ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ભાજપની નીતિ છે ભાજપમાં કોઈ ખોટું કરે તો પક્ષ દ્વારા નિર્ણય કરવામાં આવે છે.

App Store

મળતી વિગતો અનુસાર, ફાર્મસી કાઉન્સીલ ઑફ ઈન્ડિયા એટલે કે PCI અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે CBIએ લાંચ અને કૌભાંડ અંગે ગાળિયો કસ્યો છે. ત્યારે ભાજપ પ્રવક્તા ડૉ.શ્રદ્ધા રાજપૂતે આ અંગે જણાવ્યું કે, કોંગ્રેસ આ મુદ્દે ખોટી બૂમો ન પાડે. જો મોન્ટુ પટેલ દોષિત નીકળશે તો પક્ષ દ્વારા તેઓની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. મોન્ટુ પટેલ ભાજપના હોદ્દેદાર છે અને તેઓની સામે હાલ સીબીઆઈ તપાસ ચાલી રહી છે.

ભાજપની નીતિ સ્પષ્ટ છે કે ભાજપમાં કોઈ ખોટું કરે તો પક્ષ દ્વારા નિર્ણય કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા તેમ તેઓની સામે કોંગ્રેસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. ભાજપનો કેસરી ખેસ પહેરો એટલે નિયમોમાં છૂટ નથી મળી. વધુમાં ભાજપના નેતા ડૉ.શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે, ભાજપના તમામ નેતાઓ,કાર્યકર્તાઓ માટે નિયમો એક સમાન જ છે.