VIDEO: અમદાવાદમાં BRTS ટ્રેકના તૂટેલા ગેટ તાત્કાલિક રિપેર કરવા સ્ટેન્ડિંગ કમિટીનો આદેશ
સોર્સ : gstv
અમદાવાદમાં BRTS કોરિડોરમાં સામાન્ય વાહનોની ઘૂસણખોરીના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. આ સમસ્યા રોકવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા, જે માત્ર BRTS અને ઇમર્જન્સી વાહનો માટે જ ખુલે છે. પરંતુ તંત્રની ઘોર લાપરવાઈને કારણે અનેક સ્થળે આ ગેટ તૂટી ગયા છે અથવા ખુલ્લા મૂકી રાખવામાં આવે છે, જેથી વાહનચાલકો બિન્દાસ ટ્રેકમાં ઘૂસી રહ્યા છે. આ ગંભીર બેદરકારી અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ચેરમેન કમલેશ પટેલે તમામ ખામીયુક્ત ગેટ તાત્કાલિક રિપેર કરી નિયમિત બંધ રાખવા અને આયોજનબદ્ધ કામગીરી કરવા કડક સૂચના આપી છે

