VIDEO: અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા વિશેષ તાકીદ
સોર્સ : gstv
અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી વોટર કમિટીની બેઠકમાં સભ્યો દ્વારા શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. અગાઉ ભારે વરસાદમાં નાગરિકોને જે પ્રકારે પાણી ભરાવવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેવી સ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે સભ્યોએ વિશેષ ભાર મૂક્યો હતો. સભ્યોની આ રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઈને વોટર એન્ડ સુવરેજ કમિટીના ચેરમેન દ્વારા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. ચેરમેને જરૂર જણાય ત્યાં સીસીટીવી કેમેરા દ્વારા સ્ટ્રોર્મ વોટર લાઇન અને કેચપીટની સફાઈની કામગીરીની ચકાસણી કરવા તાકીદ કરી છે. ભવિષ્યમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ફરી ન ઉદ્ભવે અને પ્રજાને રાહત મળે તે માટે સચોટ અને સમયબદ્ધ કામગીરી કરવા અધિકારીઓને વિશેષ ટકોર કરવામાં આવી છે.

