VIDEO: એસ.પી. રિંગ રોડ જળબંબાકાર થતા સર્વિસ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ!
સોર્સ : gstv
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રિંગ રોડને સમાંતર આવેલો આખો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. સર્વિસ રોડ પર આવેલી ગટરની ચેમ્બરો પાણીના યોગ્ય નિકાલમાં નિષ્ફળ જતાં માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ છે. પાણીનો નિકાલ થવાને બદલે ગટરો જ ઉભરાવા લાગતાં દૂષિત પાણી ૪ થી ૫ કિલોમીટર લાંબા માર્ગ પર ફરી વળ્યા છે. સમગ્ર સર્વિસ રોડ પર ગંદકી અને પાણીનો ભરાવો થતાં સ્થાનિકો અને વાહનચાલકો પર ભારે અકસ્માત તેમ જ રોગચાળાનું સંકટ ઘેરાયું છે.

