Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Serious tampering with voter list during SIR operations, alleges Amit Chavda

Ahmedabad news: SIR ની કામગીરી દરમિયાન મતદારયાદી સાથે થઈ રહેલા ગંભીર ચેડા, અમિત ચાવડાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: SIR ની કામગીરી દરમિયાન મતદારયાદી સાથે થઈ રહેલા ગંભીર ચેડા, અમિત ચાવડાનો આક્ષેપ
સોર્સ : GSTV

પ્રદેશ કોંગી પ્રમુખે SIR ની કામગીરી દરમિયાન મતદારયાદી સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડુપ્લીકેટ મતદારોને શોધવા અને વોટ કમી કરવામાં આવે, જે વિદેશમાં વસવાટ કરે છે તેમના વોટ પણ મતદાર યાદીમાં છે. તેમના નામે લોકોએ ફોર્મ ભરી BLO ને જમા કરાવ્યા તેને રદ કરવા જોઈએ. 

App Store

ડુપ્લિકેટ મતદારોને શોધવા અને રદ કરવાની માંગ કરી

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી પંચની પ્રમાણિકતા અને પારદર્શિતા પર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં કુલ 74 લાખ 29 હજારથી વધુ મતદારો હયાત નથી. પુરાવા આપ્યા છતાં કાર્યવાહી થતી નથી. નવસારીના 84 ક્ષેત્રોની ચકાસણીમાં 12 ટકા મતદારો શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું હતું. તેમણે ડુપ્લિકેટ મતદારોને શોધવા અને રદ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે માનસિક ત્રાસથી 8 BLO ના મૃત્યુ થયાનો આક્ષેપ પણ કર્યો છે. વોટ ચોરીના વિરોધમાં ૧૪ ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં વોટ ચોર ગદ્દી છોડ મહારેલી યોજાશે.