VIDEO: અમદાવાદ મનપાની ગંભીર બેદરકારી; જે મકાનને ‘ભયજનક’ જાહેર કર્યું હતું, ત્યાં જ ઉભું કરી દીધું મતદાન મથક!
સોર્સ : GSTV
આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રિલીફ રોડ વિસ્તારમાં તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. રિલીફ રોડ પર આવેલી ધના સુથારની પોળમાં ગજ્જરના ખાંચામાં એક બંધ પડેલી અને અત્યંત જર્જરિત શાળામાં મતદાન મથક ઉભું કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જે મકાનને કોર્પોરેશને ભૂતકાળમાં ભયજનક હોવાની નોટિસ આપી હતી, ત્યાં જ મતદાન મથક રાખવું કેટલું યોગ્ય છે? વધુમાં, આ કેન્દ્ર પર વ્હીલચેર સાથે આવતા દિવ્યાંગ મતદારો માટે પણ કોઈ વ્યવસ્થા નથી, કારણ કે સીડીઓના વળાંકને લીધે અંદર પ્રવેશવું અશક્ય છે. એક તરફ તંત્ર વધુ મતદાન માટે અપીલ કરે છે, ત્યારે બીજી તરફ પાયાની સુવિધાઓ અને સલામતીના અભાવે મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

