Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Sales manager raids over Rs 40 lakh in money exchange company

VIDEO: મની એક્સચેન્જ કંપનીમાં સેલ્સ મેનેજરે આચરી ૪૦ લાખથી વધુની ધાપબાજી

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી 'એબિક્સ કેશ વર્લ્ડ મની લિમિટેડ' નામની મની એક્સચેન્જ કંપનીમાં રૂ. ૪૦.૦૮ લાખથી વધુની મસમોટી ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના જ સેલ્સ મેનેજર દેવેન્દ્રસિંહ ગોહિલે બોગસ દસ્તાવેજો અને બનાવટી KYCના આધારે વિદેશી કરન્સી મેળવીને કંપની સાથે મોટો વિશ્વાસઘાત આચર્યો હતો. આરોપી વિવિધ કંપનીઓમાં કામ ન કરતા હોય તેવા વ્યક્તિઓના નામ, બનાવટી પાસપોર્ટ અને ખોટા ઇનવોઇસ દર્શાવીને વિદેશી કરન્સી મેળવી લેતો હતો. કંપનીના ક્લસ્ટર હેડ પરાગ ભટ્ટે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વિશ્વાસઘાત અને ધોખાધડીનો ગુનો નોંધી આરોપી સામે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

App Store