VIDEO: અમદાવાદમાં યુવકના ત્રાસથી સગીરાએ ટૂંકાવ્યું આયુષ્ય: પ્રેમ સંબંધના દબાણમાં ગળેફાંસો ખાધો!
સોર્સ : gstv
અમદાવાદમાં યુવકના સતત ત્રાસ અને દબાણથી કંટાળીને એક સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. છૂટક મજૂરી કરતો આરોપી નસીમ અન્સારી સગીરા પર પ્રેમ સંબંધ રાખવા માટે અવારનવાર દબાણ કરી હેરાનગતિ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પ્રેમ સંબંધ માટે દબાણ કરવા બદલ આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આરોપી દ્વારા સતત પરેશાની ચાલુ રાખવામાં આવતાં આખરે કંટાળીને સગીરાએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. સમગ્ર મામલે એફ ડિવિઝનના એસીપી રીના રાઠવાની આગેવાનીમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

