VIDEO: પ્રાસોલ કેમિકલ્સનો રૂ.500 કરોડનો IPO
સોર્સ : gstv
પ્રાસોલ કેમિકલ્સ લિમિટેડનો રૂ.500 કરોડનો IPO આવતીકાલે એટલે કે 8 સપ્ટેમ્બર 2026થી ખુલશે અને 10 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ IPO માટે પ્રતિ શેર રૂ.643થી રૂ.676નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે અને લોટ સાઇઝ 22 શેરની છે. આ ઈશ્યૂમાં રૂ.80 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને રૂ.420 કરોડનો ઓફર ફોર સેલ સામેલ છે. કંપની 150થી વધુ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે અને 69 દેશોમાં પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ મુખ્યત્વે દેવાની ચુકવણી અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

