Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Road will be built on the site of Hatkeshwar Bridge in ahmedabad

Ahmedabad news: હાટકેશ્વર બ્રિજ તોડી રોડ બનાવાશે; પ્રજાના કરોડોનું રૂપિયાની આંધણ, ટ્રાફિકની સમસ્યા જૈસે થે

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: હાટકેશ્વર બ્રિજ તોડી રોડ બનાવાશે; પ્રજાના કરોડોનું રૂપિયાની આંધણ, ટ્રાફિકની સમસ્યા જૈસે થે
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજને મોડે મોડે તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી, ત્યાં જ AMC ના નવા ફરમાનથી શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. બ્રિજ તોડવાની કામગીરી 35% પૂર્ણ થયા બાદ આખો બ્રિજ તોડી ત્યાં નવો બ્રિજ બનાવવાને બદલે AMC ત્યાં રોડ બનાવશે. આમ પ્રજાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાનું આંધણ કરાયા બાદ તંત્ર પણ માત્ર ત્યાં રોડ બનાવી સંતોષ માની લેશે.

App Store

 6 મહિનામાં બ્રિજ ઉતારી લેવાશે

હાલ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી 35% પૂર્ણ થઈ ગઈ છે. 6 મહિનામાં બ્રિજ ઉતારી લેવામાં આવશે અને હાલ નવો બ્રિજ બનવાનો કોઈ આયોજન નથી, તેવું કોર્પોરેશન તંત્રએ જણાવ્યું છે. AMC બ્રિજ તોડ્યા બાદ ત્યાં તાત્કાલિક રોડ બનાવશે.