VIDEO: અમદાવાદના અસારવા વિસ્તારમાં દૂષિત પાણીને લઈ રહીશોમાં આક્રોશ, AMC વિરુદ્ધ AAPએ કરી કાર્યવાહીની માંગ
સોર્સ : gstv
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં છેલ્લા છ મહિનાથી દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણી આવવાની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટીની ટીમે સ્થળ મુલાકાત લઈને રહીશોની વ્યથા સાંભળી હતી અને તંત્ર સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા.
પાણી જેવી પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં નિષ્ફળ રહેલા AMC અને સંબંધિત તંત્ર વિરુદ્ધ AAP આગેવાનોએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ પ્રશ્નનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી રહીશોના હક્ક માટે લડત ચાલુ રાખવાની આમ આદમી પાર્ટીએ ખાતરી આપી છે.

