VIDEO: ચીમન પટેલ બ્રિજ પર રીપેરીંગ, વાહનચાલકોને વધી ટ્રાફિકની સમસ્યા
સોર્સ : gstv
અમદાવાદમાં 1990માં બનાવાયેલા આશરે એક કિલોમીટર લાંબા ચીમન પટેલ રેલવે ઓવરબ્રિજના જૂના બેરિંગ દૂર કરી નવા બેરિંગ લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. બ્રિજને લિફ્ટ કરીને બેરિંગ બદલવાની કામગીરી દરમિયાન વાહનવ્યવહાર સુચારુ રહે તે માટે ટેમ્પરરી વેલ્ડેડ સ્ટીલ સ્ટ્રક્ચર ઊભું કરાયું છે. કામગીરી પૂર્ણ થયા બાદ આ હંગામી સ્ટ્રક્ચર હટાવી બ્રિજને મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. ટ્રાફિકને અસર ન થાય તે માટે મોટા ભાગની કામગીરી રાત્રિના સમયે કરવાની યોજના છે, તેમ છતાં હાલ હંગામી સ્ટ્રક્ચરના કારણે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી વાહનચાલકોને શક્ય હોય તો ચીમન પટેલ બ્રિજનો માર્ગ ટાળવા અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ છે.

