VIDEO: દર્શકોના દિલ પર રાજ કરી રહી છે ફિલ્મ 'અસંભાઉઉઉ'.. ફેમિલી અને ડોગ લવર્સ માટે એક અનફર્ગેટેબલ અનુભવ
સોર્સ : gstv
ગુજરાતી સિનેમામાં હાલ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'અસંભાઉઉઉ' થિયેટરોમાં દર્શકોના દિલ પર રાજ કરી રહી છે અને લોકોના દિલના તાર છેડી રહી છે. માઇન્ડ-બ્લોઇંગ લાગણીઓથી ભરેલી આ સુંદર વાર્તા આંખમાં આંસુ અને ચહેરા પર અનોખી મુસ્કુરાહટ લાવી દે છે, જે ખાસ કરીને ફેમિલી અને ડોગ લવર્સ માટે એક અનફર્ગેટેબલ અનુભવ સાબિત થઈ રહી છે. ફિલ્મ જોઈને બહાર નીકળેલા દર્શકોનું કહેવું છે કે ગુજરાતી સિનેમામાં આવો અદ્ભુત અને સ્પર્શી જાય તેવો અનુભવ તેમને પહેલીવાર થયો છે. લોકોના દિલમાં વસી ગયેલી આ વાર્તાને દર્શકો તરફથી અદભુત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ભવ્ય સફળતા બાદ 'અસંભાઉઉઉ'ની ટીમે તમામ સિનેપ્રેમીઓનો આભાર માનતા ફિલ્મ માટે સપોર્ટ અને વધુને વધુ પ્રેમ આપવા અપીલ કરી છે.

